ગોઠણ નો ઘસારો -- પ્રાથમિક માહિતી - ભાગ ૧

ગોઠણ નો ઘસારો -- પ્રાથમિક માહિતી

ભાગ ૧

સાંધા નો ઘસારો શું છે?

ગોઠણ ના સાંધા માં હાડકા ની સપાટી કાચ જેવી લીસી કાર્ટિલેજ ની બનેલી હોય છે. ઉમર વધતા અથવા તો અન્ય કોઈ કારણ સર આ કાર્ટિલેજ ઘસાઈ જાય તેને સાંધા નો ઘસારો (ઓસ્ટઓઆર્થરોસીસ) કહે છે.

બીજી રીતે સમજીએ તો જેમ ઉમર ને કારણે આંખ માં બેતાળાં આવે, મોતિયો આવે, દાંત પડી જાય, ચામડી ઢીલી પડે, વાળ સફેદ થાય; એજ રીતે હાડકા ઉપર- સાંધા ઉપર ઉમર ની અસર આવે એટલે એને ઘસારો લાગ્યો એમ કહેવાય.

અમુક કિસ્સાઓ ને બાદ કરતા, મોટા ભાગ ના દર્દી ઓ માં ઘસારા ની અસર 50 વર્ષ ની ઉમર પછી આવે.

ઘસારા થી શું તકલીફ થાય?

સાંધા ના ઘસારા થી દર્દી ને દુખાવા થી શરૂવાત થાય છે. શરુ માં દુખાવો અમુક જ કામ માં થાય જેમ કે સીડી ચઢવા ઉતારવા માં, પલોંઠી વાળી ઉભા થવા માં, ઉભડક પગે બેસવા માં વગેરે. જેમ સમય જતા ઘસારો આગળ વધે તેમ દુખાવા માં પણ વધારો થતો જાય. જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ના લેવામાં આવે તો જ્યારે ગોઠણ સંપૂર્ણ ઘસાય જાય ત્યારે ચાલતા , બેઠા કે સુતા પણ ગોઠણ નો દુખાવો હેરાન કરવા માંડે.

આ ઉપરાંત ઘસારા થી પગ, ગોઠણ આગળ થી બેન્ડ (વાંકા) વળવા માંડે છે.

ઘસારા નું નિદાન કઈ રીતે થાય?

ઘસારા નું નિદાન ઓર્થોપૅડિક ડૉક્ટર કે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માં નિષ્ણાંત છે તે દર્દી ની હિસ્ટ્રી તથા એક્સ રે પર થી કરે છે. આમા ગોઠણ નો એક્સ રે દર્દી ને ઉભા રહી ને લેવા થી વધુ સારી રીતે નિદાન થઇ શકે.

એકદમ શરૂઆત નો ઘસારા નું નિદાન, ગોઠણ નો એમ આર આઈ કરવા થી થઇ શકે